|
નવી દિલ્હી : તા. 4 ઉલ્લેખનીય છે કે ભારતનાં મધ્યમ વર્ગનાં લોકોની સપનાની નેનો કાર નું ઉત્પાદન પશ્ચિમ બંગાળનાં સિંગર સ્થિત પ્લાન્ટમાં થવાનું હતું. પરંતુ જમીન સંપાદનનાં વિવાદને લઈને સમગ્ર યોજના ખાડે ગઈ હતી. શુક્રવારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને રતન તાતા વચ્ચે છેલ્લી મુલાકાત થઈ હતી જેમાં અંતે તાતાએ સિંગુરને અલવિદા કરી દીધું હતું. બંગાળમાં મમતા બેનર્જી અને ખેડૂતોનાં અક્કડ વલણને કારણે આખરે તાતાએ આ નિર્ણય લીધો હતો. આખરે નેનો કાર ગુજરાતનાં કચ્છમાં બનશે તેવી સૂત્રોએ માહિતી આપી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રતન તાતા સાત ઓક્ટોબરે એક સાથે સત્તાવાર જાહેરાત કરશે. |
|
Video
Polls

