top
logo
Thursday 04 June 2009, 13:27



તંત્રીઃ સલીમ પટેલ
સમાચાર તંત્રીઃ મ.યુનુસ પટેલ

Gallery

Advertisement

ascent.jpg

Home News હવે ‘નેનો’ ગુજરાતનાં આંગણે બનશે : સત્તાવાર જાહેરાત
હવે ‘નેનો’ ગુજરાતનાં આંગણે બનશે : સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી : તા. 4

રતન તાતાએ નેનો કારનાં પ્રોજેક્ટ માટે સિંગુરને બાય-બાય કહ્યા બાદ હવે પોતાની પસંદગી ગુજરાત પર ઉતારી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હવે તાતાની લખટકિયા કાર નેનો ગુજરાતનાં કચ્છમાં બનશે. નેનો કાર કચ્છમાં બનશે તેવી સત્તાવાર જાહેરાત સાત ઓક્ટોબરનાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા રતન તાતા કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતનાં મધ્યમ વર્ગનાં લોકોની સપનાની  નેનો કાર નું ઉત્પાદન પશ્ચિમ બંગાળનાં સિંગર સ્થિત પ્લાન્ટમાં થવાનું હતું. પરંતુ જમીન સંપાદનનાં વિવાદને લઈને સમગ્ર યોજના ખાડે ગઈ હતી. શુક્રવારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને રતન તાતા વચ્ચે છેલ્લી મુલાકાત થઈ હતી જેમાં અંતે તાતાએ સિંગુરને અલવિદા કરી દીધું હતું. બંગાળમાં મમતા બેનર્જી અને ખેડૂતોનાં અક્કડ વલણને કારણે આખરે તાતાએ આ નિર્ણય લીધો હતો.

આખરે નેનો કાર ગુજરાતનાં કચ્છમાં બનશે તેવી સૂત્રોએ માહિતી આપી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રતન તાતા સાત ઓક્ટોબરે એક સાથે સત્તાવાર જાહેરાત કરશે.

Display # 

Video

Polls

અડવાણીએ કોન્ડોલિઝા સામે મોદીના વિઝાનો મુદ્દો ઉઠાવ્યો
 

bottom

Design by AIMTOS